¡Sorpréndeme!

ફરી તંત્રની લાપરવાહી સામે આવી મતદાર યાદીમાં નામ બદલી જતાં મતદારો વ્યથિત

2019-04-23 358 Dailymotion

ચૂંટણી પંચ દ્વારા ઘણા લાંબા સમયથી તૈયારીઓ આદરી દેવામાં આવી હતી તેમ છતાં મતદાર યાદીમાંથી નામ કમી થવાના કે મતદારોને સ્લિપ ન મળ્યાં હોવાના બનાવો સામે આવી રહ્યાં છે અડાજણ વિસ્તારમાં રેખાબેન દમણીયાએ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મત આપ્યો હતો પરંતુ આજે તેઓ પોતાનું ઈલેક્શન કાર્ડ લઈને મત આપવા ગયા ત્યારે તેમની જગ્યાએ કોઈ પુરૂષનું નામ બતાવતું હોવાનું કહ્યું છે સાથે જ આ વખતે મતદાનની સ્લિપ પણ ન આવી હોવાનું કહ્યું હતું સાથે આ જ મતદાન મથકમાં મતદાન કરતાં હિતેષભાઈએ જણાવ્યું હતું કે, હું વર્ષોથી આ જ મતદાન બૂથ પર મતદાન કરી રહ્યો છું પરંતુ આજે મત આપવા આવ્યો ત્યારે મારૂં નામ કમી થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું જેથી હું મતદાનથી વંચિત રહ્યો છું તો આ અંગે જવાબદાર કોણ