સુરતઃડિંડોલીના હળપતિ વાસમાં દારૂના અડા પર બે પોલીસ કર્મીઓ પહોંચ્યાં હતાં. આ પોલીસ કર્મીઓએ ગાળાગાળી કરી હોવાના રોષથી મહિલાઓ વિફરી હતી. સાથે એક યુવકે પ્રતિકાર કર્યો હતો. જેથી પોલીસકર્મીઓને મહિલાઓ પ્રતિકાર કરતાં ભાગવું પડ્યું હતું ત્યારે તેઓ એક અજય મંગા નામના યુવકને લઈ જતી વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે.